JETPURRAJKOT

Rajkot: “સ્વચ્છતા હી સેવા” : એઇમ્સ દ્વારા પરાપીપળીયા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

તા.૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત એઇમ્સ અને પરાપીપળીયા ગ્રામપંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.

રાજકોટના પરાપીપળીયા નજીક કાર્યરત એઇમ્સ આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે અને દર્દીઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે જરૂરી છે ત્યારે ગત પહેલી ઓક્ટોબરના રોજ પરાપીપળીયા ગામે એઈમ્સના ડેપ્યુટી ડિરેક્ટર કર્નલ પુનિત અરોરાની અધ્યક્ષતામાં એઈમ્સના તબીબો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સાથે ગામની શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામપંચાયતના સભ્યો મળીને ૧૦૦થી વધુ લોકોએ પરાપીપળીયા ગામની શાળા આસપાસ તેમજ મુખ્ય રસ્તા પર સફાઈ હાથ કરી હતી. એકત્ર થયેલ કચરાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ, હાથની ચોખ્ખાઈ અને નિરોગી જીવન અંગે જાગૃતિના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button