VADODARAVADODARA CITY / TALUKO

Spa Center : સ્પા સેન્ટરના સંચાલકનો યુવતી પર બળાત્કાર

વડોદરા,તા.3

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સ્પા સેન્ટરના સંચાલકે નોકરી માટે એક યુવતીને વડોદરા બોલાવ્યા બાદ રાત્રે તેના પર બળાત્કાર ગુજારતા પોલીસે સંચાલક અને બે મેનેજરની અટકાયત કરી છે.

નાગાલેન્ડની યુવતીએ પોલીસને કહ્યું છે કે હાલમાં હું મારા ફિયાન્સ સાથે સુરતમાં રહું છું. અલકાપુરી આર.સી દત રોડ ખાતે આવેલા કિંગ થાઈ સ્પા સેન્ટરમાં નોકરી માટે જાહેરાત આવી હોવાથી મારા ફિયાન્સે મને વાત કરી હતી અને બે દિવસ પહેલા અમે વડોદરા આવી સ્પા સેન્ટરના સંચાલક પૃથ્વી સિંહને મળ્યા હતા. સંચાલકે રહેવા માટે સ્પા સેન્ટરનો એક રૂમ આપ્યો હતો અને કામ જોઈને પગાર આપવાનું નક્કી કર્યું હતું.

તા.1લી એ હું નોકરીએ લાગી હતી. ગઈ મધરાતે હું રૂમમાં હતી ત્યારે મને ભૂખ લાગતા મેં મેનેજરને વોટ્સએપ પર જાણ કરી ખાવાનું આપી જવા કહ્યું હતું. થોડીવારમાં વિજય સોલંકી અને અન્ય મેનેજર મિત પરમાર આવ્યા હતા અને તેમની સાથે સ્પાનો સંચાલક પૃથ્વીસિહ પણ હતો. પૃથ્વીસિહે મારી જબરજસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બંને મેનેજરે દરવાજો બંધ કર્યો હતો.

પૃથ્વીસિહ ત્યારબાદ મને બીજી રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં પણ બંને મેને જ્યારે દરવાજો બંધ કર્યો હતો તેમ જ પૃથ્વી એ મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે મેં મારા ફિયાન્સને વાત કરતા તેણે પોલીસને જાણ કરી હતી. સયાજીગંજ પોલીસે

સ્પા સેન્ટરના સંચાલક પૃથ્વીસિંહ ઘનશ્યામસિંહ રાણા (ગાયત્રી ટેનામેન્ટ, સમસાવલી રોડ),વિજય ચંદુભાઈ સોલંકી (વાલ્મિકી સોસાયટી ગોરવા મૂળ રહે સરસવની પાદરા),મિત યોગેશભાઈ પરમાર (તુર્કી સ્પા, જેતલપુર રોડ, મૂળ વિરમગામ) ની અટકાયત કરી છે.

[wptube id="1252022"]
Back to top button