
MORBI:મોરબીના વીસીપરામાં યુવકને ત્રણ શખ્સો દ્વારા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
મોરબીના વીસીપરામાં કુટુંબી ભત્રીજો દીકરીને ભગાડી લઇ ગયા બાબતનું મનદુઃખ રાખી ફરિયાદીને ત્રણ શખ્સો દ્વારા ફોન ઉપર અને રૂબરૂ ગાળો આપી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ફરિયાદી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરામાં રહેતા અબ્બાસભાઈ જુસબભાઇ સંધવાણીએ વીસીપરા વિસ્તારમાં રહેતા તાજુભાઈ મોવર, કદરભાઈ મોવર અને ઇકબાલ મોવર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અબ્બાસભાઈનો કુટુંબી ભત્રીજો મોવર પરિવારની દીકરીને ભગાડી ગયેલ હોય જેનો રોષ રાખી આરોપીઓએ અબ્બાસભાઈને ફોન કરી તેમજ રૂબરૂમાં ગાળો આપી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર બાબતે મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે.








