
સુતેલા નેતાઓ અને અધિકારીઓ જાગો હવે….. ક્યાં સુધી તમારા પાપે અંધારામાં રહેશે હળવદ !!!
રીપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ
હળવદના વિવિધ વિસ્તારોની સમસ્યાઓની જ વાત કરીએ તો કલમ ટૂંકી પડે એટલી સમસ્યાઓ છે પરંતુ મતની ભીખ માંગવા આવતા આ જાડી ચામડીના નેતાઓ ક્યારે હળવદ વાસીઓની ચિંતા કરશે કે માત્ર અલગ અલગ તાયફાઓ કરી જ મજા આવશે સ્વચ્છ હળવદ ની વાત હોય તો માત્ર ફોટાઓ પડાવવાના છે સરકારી હોસ્પિટલે માત્ર એક બે દર્દીઓને ફ્રુટ આપી 20 20 નેતાઓ ફોટા પડાવતા હોય આવા વિવિધ ફોટાઓ અત્યાર સુધી હળવદની જનતાએ જોયા છે અને સ્વીકાર્યા છે પરંતુ હળવદ નો એક એવો નેતા નથી કે જેણે હળવદ વાસીઓની ચિંતા કરી હોય અને માત્ર કામ કરાવ્યું હોય ઘણા બધા નેતાઓ પોતાની હલકી પ્રસિદ્ધિ માટે લેટર અથવા તો અરજી કરી કામગીરી માટે સોશિયલ મીડિયા અથવા મીડિયા ના માધ્યમથી પ્રસિદ્ધિ મેળવતા હોય છે પરંતુ અંધારામાં રહેલા હળવદને ગંદકીમાં રહેલા હળવદને ખાડાવાળા હળવદને બહાર કાઢવા કયો નેતા જાગશે એ પણ હળવદની જનતા પૂછી રહી છે અમારો મૂળ ઉદ્દેશ પોઝીટીવ હળવદ હતો પરંતુ આ નેતાઓ અને અધિકારીઓના પાપે અમારે નેગેટિવ સમસ્યાઓ અને સમાચારો બતાવવા પડે છે હળવદના સરા રોડ ઉપર છેલ્લા સાત દિવસથી સ્ટ્રીટ લાઈટો આમ આમ બંધ હાલતમાં છે શરણેશ્વર રોડ પર પણ ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે ત્યારે થોડા સમય પહેલા ચીફ ઓફિસરે નવી સ્ટ્રીટ લાઇટો નાખવા હુકમ કર્યો હોય તેવો લેટર પણ આપણા સુધી આવ્યો હતો.
પરંતુ હજુ પણ આ બધી પરિસ્થિતિ તો એના એ જ છે તો ક્યાં ગયા નવા સ્ટ્રીટ લાઈટ કે માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે લોકોને હવે જોવું રહ્યું કે આ લોકો જાગશે કે હળવદની જનતા ગાંધીનગરના દરવાજા ખખડાવશે








