GUJARATMORBI

MORBI:ABVP દ્વારા TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

ABVP મોરબી દ્વારા TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર ને આવેદનપત્ર આપી કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે.


TET TAT ની પરીક્ષા માં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક ભરતી યોજના બનાવમાં આવી છે તેમાં 11 મહિનાના કરાર આધારીત ભરતી કરવામાં આવશે. તો ABVP ની અને બધા પરિક્ષાર્થીઓ ની માંગણી છેકે કાયમી સરકારી શિક્ષકોની ભરતી કરો અને જ્ઞાન સહાયક યોજના રદ કરો. આની પહેલા પણ ABVP દ્રારા ગુજરાતના દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે હાલ ગુજરાતનાં દરેક જિલ્લામાં ઉગ્ર રજુઆત અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેને લઇ ABVP મોરબી શાખા દ્વારા પણ બુધવાર ના રોજ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે. તો મોરબી જિલ્લા ના તમામ TET TAT ના ઉમેદવારો ને મોટી સંખ્યામા જોડવા ABVP આહવાન કરે છે.

[wptube id="1252022"]
Back to top button