SINORVADODARA

Sinor : શિનોર પોલીસ ધ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શિનોર બસસ્ટેન્ડ વિસ્તારમાં સ્વચ્છતા માટે શ્રમકાર્ય કરાયું

વડોદરા જીલ્લા ની શિનોર પોલીસ દ્વારા આજરોજ, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત, શિનોર બસસ્ટેન્ડ તેમજ ગામના અન્ય વિસ્તારમાં સ્વચ્છતા માટે શ્રમકાર્ય કરી, સફાઇ કરાઇ હતી..
કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતું શિનોર પોલીસ તંત્ર,P.S.I એ્.આર.મહિડાની અધ્યક્ષતામાં ફરજ અંગે ની કામગીરી ઉપરાંત વિવિધ કાર્યક્રમો યોજી સેવાકીય,સમાજ ઉપયોગી કાર્યક્રમો કરી રહી છે.ત્યારે આજરોજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત, શિનોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો અને મહિલા પોલીસ કર્મીઓ એ,શિનોર બસસ્ટેન્ડ વિસ્તારમાં શ્રમકાર્ય કરી સફાઇકામ કર્યું હતું.. ‌ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગણેશોત્સવ દરમિયાન શિનોર પોલીસે મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગજાનન મેગા રકત તુલા કેમ્પ યોજી તાલુકા માં પ્રથમવાર રેકોર્ડ બ્રેક ૩૫૦ થી વધુ યુનિટ રક્ત એકત્ર કરી જીલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું..

ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button