GUJARATMORBI

MORBI:મોરબીમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબીમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમિટ અન્વયે બે દિવસીય કાર્યક્રમ યોજાશે.


મોરબી જિલ્લાનો કાર્યક્રમ ૦૪/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ કલાકથી સ્કાય મોલ, મોરબી ખાતે યોજાશે
આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એમ.એસ.એમ.ઇ, કુટીર ઉદ્યોગ, વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ તેમજ જિલ્લાના વિવિધ ઉદ્યોગો ધ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ પ્રદર્શન વિભાગ બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. જિલ્લાના નાગરિકોને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તે પ્રકારના માર્ગદર્શક સેમિનાર યોજાશે. Field Expert/ Enterpreneur/ DGT & FIEO ના પ્રતિનિધિ દ્વારા તેમજ Export/Enterpreneur વગેરેના માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવનાર છે.

આ વાયબ્રન્ટ મોરબીમાં મોટા ઉદ્યોગકારો સાથે પી.એમ. વિશ્વકર્માંના લાભાર્થીઓ, MSME અને નાના-મોટા ઉદ્યોગકારો, કારીગરી સાથે સંકળાયેલ મહિલા સંસ્થાઓના પ્રતિનિધિઓ, કુશળ હસ્તકલા કારીગરો વગેરે સહભાગી બનશે.

[wptube id="1252022"]
Back to top button