GUJARATMORBI

MORBI:પિયરમાં રિસામણે આવેલ મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ

MORBI:પિયરમાં રિસામણે આવેલ મહિલાનું સાસરીમાં સુખદ સમાધાન કરાવતી અભયમ ટીમ

અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા એક મહિલાનું સાંસારિક જીવન ઉજળતા બચાવ્યું

તારીખ 30/9/2023 ના રોજ 181 પર એક પીડિતાનો કોલ આવેલ કે પોતે એક માસથી રિસામણે છે અને સાસરીમાં જવું હોવાથી તેમના સાસરિપક્ષ ને સમજાવા છે માટે મદદ ની જરૂર છે ત્યારબાદ 181 ના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પાયલોટ પ્રદીપભાઈ સહીતના મહિલાની મદદ માટે પહોચેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમા મહિલા ના લગ્ન ના ત્રણ વર્ષ થયેલ હોય તેમણે સંતાન મા એક દીકરી હોય તેઓ એક મહિનો થાય તેમના પિયર મા રિસામણે હોય આજ રોજ મહિલા તેમની બાળકી સાથે તેમની સાસરીમાં આવેલ હોય પરંતુ તેમના સાસરિપક્ષ સ્વીકારવાની ના પાડતા હોય ત્યારબાદ તેમના સાસરિપક્ષ નું કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ તેમના પતિ ઉપર ખોટી શંકા કરતા હોવાથી કાયમ નાની નાની બાબતે ઝગડા કરતા હોય માટે ટીમ દ્વારા મહિલા તેમજ સાસરિપક્ષ નું કુશળતા પૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવેલ નૈતિક ફરજ વિશે સમજાવેલ મહિલાએ પોતાની ભૂલ સ્વીકારતા જણાવેલ કે તેઓ હવે પછી તેમના પતિ ઉપર ખોટી શંકા કરશે નહીં ત્યારબાદ મહિલાના સાસરિપક્ષ મહિલાને સ્વીકારવા માટે તૈયાર થતા મહિલા ને સલાહ સૂચન માર્ગદર્શન આપી ટીમ દ્વારા મહિલાનું સાસરીમાં પુનઃસ્થાપન કરવામાં આવેલ મહિલાએ ટીમ નો આભાર વ્યક્ત કરેલ. આ કામગીરીમાં શી ટીમ તથા મહિલા સહાયતા કેન્દ્રની પણ મદદ લેવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button