GUJARATMORBI

MORBI:કચ્છમાં બાઈક ચોરી કરતી ટોળકીનો એક ઇસમ ઝડપાયો

MORBI:કચ્છમાં બાઈક ચોરી કરતી ટોળકીનો એક ઇસમ ઝડપાયો

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના ગોલાસણ ગામનો રહેવાસી કરશન રાતૈયા નામનો ઇસમ નંબર પ્લેટ વગરના બાઈકમાં નીકળવાનો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ગોલાસણ ગામેથી નંબર પ્લેટ વગરના બાઈકમાં જતા કરશન રાતૈયાને ઝડપી લીધો હતો અને સઘન પૂછપરછ કરતા આરોપીએ તેના સાગરીતો સાથે મળીને ત્રણેક માસમાં ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારમાંથી સાત બાઈક ચોરી કરી ગોલાસણ ગામની સીમમાં સંતાડ્યા હોવાની કબુલાત આપી હતી
જેથી એલસીબી ટીમે ચોરી થયેલ આઠ બાઈક રીકવર કરી પોકેટકોપ એપ્લીકેશન મારફત સર્ચ કરતા આઠ પૈકી બે બાઈક અંજાર તથા ગાંધીધામ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ગુના રજીસ્ટર થયેલ છે જેથી કુલ બાઈક નંગ ૮ કીમત રૂ ૩ લાખનો મુદામાલ કબજે લઈને આરોપી કરશન ભરત રાતૈયા (ઉ.વ.૨૪) રહે ગોલાસણ તા. હળવદ વાળાને ઝડપી લઈને મુદામાલ આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે

જયારે ચોરીના ગુનામાં અન્ય આરોપીઓ અમિત જગદીશ ઉકેડીયા, કિરણ મનુભાઈ સુરેલા, દીક્ષિત ઉર્ફે કાનો રાયધન સુરેલા રહે ત્રણેય ગોલાસણ તા. હળવદ તેમજ આદર્શ ઉર્ફે આદુ દેવાભાઈ ઉર્ફે ચકુભાઈ ધેણોજા રહે માટેલ તા. વાંકાનેર અને વિશાલ ભીમજી આતરેસા રહે મૂળ ગાંધીધામ હાલ કાલિકા પ્લોટ મોરબી એમ પાંચ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button