
આસીફ શેખ લુણાવાડા
સ્વચ્છતા હી સેવા’’ અભિયાન
કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત, કચરા મુક્ત મહીસાગર
Lunavada.મહીસાગર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મંત્રીશ્રીએ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે , સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023 ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજી ઘરનું આંગણું ,શેરી,ગામ,રોડ,રસ્તા સ્વચ્છ રાખીશું તો આખો દેશ આપોઆપ સ્વચ્છ થઈ જશે.’Garbage free India’ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે.








