
ટંકારા ના મુસ્લિમ યુવાનની પ્રમાણિકતા નો પ્રકાશ મોરબી માં પાડ્યો!!!

ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા ખાતે રહેતા મુસ્લિમ યુવાન ઇમરાન માડકિયા અને તેમના મિત્ર ઈમ્તિયાઝ મકવાણા બંને મુસ્લિમ મિત્રો પોતાના કામકાજ અર્થે મોટરસાયકલ લઈને ટંકારા થી મોરબી ગયા હતા તે સમય દરમિયાન ટ્રાફિકથી ધમધમતા એવા મુખ્ય માર્ગ પર ના સરદાર બાગ નજીક ભરચક વિસ્તારમાં પૈસા ભરેલ અને સાથે ડોક્યુમેન્ટ વાળું પાકીટ પર નજર પડતા બાઈકને સાઈડમાં રાખી તે પાકીટ લઈ ટંકારામાં પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ મોરબી ખાતે પોલીસમાં ફરજ બજાવતા ફારૂકભાઈ પટેલ નો સંપર્ક કરતા તેમણે પાકીટના મૂળ માલિક જીગ્નેશભાઈ પાડલીયા નો સંપર્ક કર્યો હતો અને બંને મુસ્લિમ યુવાનોએ એ રોડ રસ્તા પરથી મળેલ પાકીટ મૂળ માલિકને પરત કરી પરમાણીકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેથી બંને મુસ્લિમ યુવાનોને પોલીસ કર્મચારી ફારૂકભાઈ પટેલ અને જીગ્નેશભાઈ પાડલીયા એ શુભેચ્છા અભિનંદન આપી આભાર માન્યો હતો જે ટંકારાના મુસ્લિમ યુવાનોની પ્રમાણિકતા મોરબીમાં ઈમાનદારી પૂર્વક ઉદાહરણ પૂરું પાડતો પ્રકાશ અખબારો ના સમાચાર બન્યું છે





