GUJARATMORBIWANKANER

Wankaner:વાંકાનેર ની દોશી કોલેજ ખાતે નશા મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર દોશી કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી વાય એ ચુડાસમા સાહેબ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર માં વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે કે ચાનિયા સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા એકમ કો ઓર્ડીનેટર રંજન બેન મકવાણા અને એલ્ડર લાઈન ૧૪૫૬૭ (સામાજિક ન્યાય અને અધિકરીતા વિભાગ)ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર તથા વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર (મહિલા અને બાળ વિકાસ વિભાગ)ના કાઉન્સિલર તેજલબા ગઢવી તેમજ દોશી કોલેજ ના પ્રાધ્યાપક ડો. ચંદારાણા સાહેબ તથા ખ્યાતિબેન, કોમલબેન, વર્ષાબેન,હેમાંગીબેન અને નિકીતાબેન હાજરી આપી હતી.

ત્યારબાદ અલગ અલગ અધિકારી તથા કર્મચારી તથા પ્રાધ્યાપક દ્વારા અલગ અલગ શબ્દો માં વ્યસન મુક્તિ અંગે તથા વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અહી ઉલ્લેખનીય છે કે WHO ના રિસર્ચ પ્રમાણે મોરબી જિલ્લો વ્યસન માં બીજા ક્રમાંકે અને તેમાંથી વાંકાનેર તાલુકો અગ્રેસર છે ત્યારે

વ્યસન કરવું એ ખોટું છે એ સમજવું સૌથી મહત્વની વસ્તુ છે!

આજે, આપણે ફિલ્મ ક્ષેત્રમાં જોઇએ છીએ કે કેટલી હદ સુધી વ્યસનો ફેલાયેલા છે. ટોચની હસ્તીઓ, કે જે યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક બની ગયા હોય અને જેઓ લોકોના જીવનને ઘણી બધી રીતે અસર કરતાં હોય છે, તેઓ તેમના ચાહકોની નજરમાં વ્યસનની ખરાબ આદતના કારણે કલંકિત બની જતા હોય છે.

દારૂ અને માદક પીણાનું વ્યસન, કેટલા બધા વર્ષોની મહેનત અને ટેલેન્ટ્ને નષ્ટ કરી દે છે, જે મહેનતને કારણે તેઓએ પોતાના ધ્યેયને હાંસલ કરેલું હોય છે અને લોકોના હ્ર્દયમાં સામ્રાજ્ય જમાવ્યું હોય છે, આ બધુ ક્ષણવારમાં જ સંપૂર્ણપણે નાશ પામી જાય છે! તેઓએ ક્ષણિક આનંદ ખાતર આવું શરૂ કર્યુ હોય છે, તે આગળ જતાં તેમની અપકીર્તિમાં બદલાઇ જાય છે અને જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે.
પરંતુ આજે પણ, જો જીવનના આ ખરાબ સમયમાં વ્યક્તિને સમજમાં આવે કે વ્યસન એ ખરેખર સમસ્યા છે જે મને નિષ્ફળતાના માર્ગે લઇ ગયેલ છે, તે જ પડતીનું મૂળ કારણ છે, તો તેવી સમજણ પણ સદ્દનસીબ કહેવાય !
અહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ દ્વારા અત્યારના યંગ જનરેશન ને ખાસ આપડા દેશના વરિષ્ઠ નાગરિક ને પણ મહત્વ આપવા અંગે નું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આમ, આ કાર્યક્રમ ને દોશી કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી વાય એ ચુડાસમા સાહેબ તથા કોલેજના સ્ટાફ વતી ખુબજ ગંભીરતા પૂર્વક ગણી અને સફળતા પુરવાર કરેલ.

[wptube id="1252022"]
Back to top button