
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નું સાધુ સંતો દ્વારા સન્માન

વાંકાનેર કુવાડવા પંથકના પ્રજા ચિંતક પ્રજાના પ્રતિનિધિ જીતુભાઈ સોમાણી દ્વારા ગાંધીનગર ખાતે ગોસ્વામી સમાજ ના વિદ્યાર્થીઓ સહિત વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી ગોસ્વામી (બાવાજી) સમાજને ન્યાયિક રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના માધ્યમથી લાભો મળે અન્ય સમાજની હરોળમાં (બાવાજી) ગોસ્વામી સમાજ ને પણ સંપૂર્ણ હક હિત અધિકાર લાભ અંગે વાંકાનેર કુવાડવા પંથક ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી રજૂઆત કરતા તારીખ 29 9 2023 ને શુક્રવારના રોજ સવારે 11 વાગ્યાના સુમારે વાંકાનેર ભાજપ જનસંપક કાર્યાલય ખાતે ભગવા ગ્રુપના સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં હસુગીરી બાપુ ની અધ્યક્ષ સ્થાને સર્વે ભગવા ગ્રુપના સાધુ સંતો મહંતો દ્વારા ધારાસભ્ય ને સન્માન કરવામાં આવ્યું હતું તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તસવીર રિપોર્ટ આરીફ દિવાન મોરબી









