
વાંકાનેર માં લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના સમર્થકો દ્વારા વિધાનસભા 2022 માં ધારાસભ્ય પદ પ્રાપ્ત કર્યા ત્યારથી મન્નત નો સિલસિલો શ્રી ગણેશ મહોત્સવ માં યથાવત!!!

વાંકાનેર પંથકમાં લોકપ્રિય હિન્દુ સમાજ ચિંતક અને પ્રજાહિત કાર્યમાં તત્પર રહેતા વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વિધાનસભા 2022 માં જંગી બહુમતી સાથે વિજય પદ પ્રાપ્ત કરી ધારાસભ્ય બન્યા ત્યારથી જીતુભાઈના સમર્થકો દ્વારા વિવિધ શ્રદ્ધાળુ ઓ દ્વારા ભગવાન માતાજીની મન્નતો ચૂંટણી સમય દરમિયાન રાખી હોય તે સતા પ્રાપ્ત કર્યા પછી વાંકાનેર પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સન્માન સાથે મન્નતો ભક્તો દ્વારા વિધાનસભા 2022 માં જીતુભાઈ ની જીત ના જશન સાથે માતાજી ભગવાનના ભક્તો દ્વારા વિવિધ મનતો પૂર્ણ કરવાના કાર્યક્રમો હજુ પણ યથાવત રહ્યા હોય તેમ શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપા મોરિયા ના સુર માર્કેટ ચોક કા રાજા માં ગુંજી ઉઠ્યા હતા ભક્તો ભક્તિ ભાવે શ્રદ્ધા સાથે પૂજાપાઠ પ્રાર્થના આરતી ના કાર્યક્રમો કર્યા તે સમય દરમિયાન જીતુભાઈના સમર્થકો એ કરેલી માનતા ગણપતિ બાપા મોરિયા શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે પેંડાથી જીતુભાઈ ને પેંડાના ભારોભાર ત્રાજવામાં જોખીને કંકુ તિલક લગાડી જીતુભાઈ ના જીતને જશન સમર્થકો દ્વારા હજુ પણ મન્નતો નો સિલસિલો ચાલી રહ્યો હોય તેમ ગણેશ મહોત્સવ નિમિત્તે વાંકાનેર પંથકના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને
વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં વાંકાનેરની જનતા બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ને વાંકાનેર ના શહેરીજનો ની હાજરી માં પેંડા થી વજનતોલા કરવા માં આવ્યા ને માનતા ઉતારવા માં આવી








