MAHISAGARSANTRAMPUR

Mahisagar: સંતરામપુર ખાતે મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર…
અમીન કોઠારી મહિસાગર…..

સંતરામપુર ખાતે મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની આંન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી..

 

મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ….

સંતરમપુરના મુસલમાનો દ્વારા ઈદે મિલાદ ના જુલૂસ ને નગરના જુમ્મા મસ્જિદ થી શરૂ કરીને હુસેની ચોક, ભોઈ વાળા ટેકરી ,એસટી બસ સ્ટેશન વિસ્તાર, તેમજ ગોધરા ભાગોળ ચોકડી થી શરૂ કરીને આ જુલૂસ પરત જુમ્મા મસ્જિદ આવેલ છે; ” નુર વાલા આયા હૈ નુર લેકે આયા હૈ..”. સરકાર કી આમદ મરહબા દિલદાર કી આમદ મરહાબા” ના ગગન ચુંબી નારાઓ સાથે જુલૂસ નીકળ્યા….

 

(વર્ઝન)

મોલાના સૈયદ કમાલુદ્દીન, સંતરામપુર

ઇમામ સાહેબે જણાવ્યું કે અરબ દેશમાં દિકરી પેદા થતી ત્યારે તેને અપશુકન માનીને જીવતી જમીનમાં દાટી દેવામાં આવતી હતી, એ કુરિવાજને મહંમદ પયગમ્મર સાહેબના આગમન થયા બાદ તેમને સમગ્ર પ્રજાને (માનવજાત) બેટી ખુદાની રહેમત છે તેમ જણાવીને આ કુરિવાજને ખતમ કરવા માટે આદેશ આપ્યો. “બેટી બચાવો બેટી પઢાવો ” અને એ આદેશ સમગ્ર માનવ જાતે સ્વીકારી લીધો છે જેને લઇને સ્ત્રીઓની ઇસ્લામમાં ખૂબ જ ઈજ્જત આપવામાં આવી છે વધુમાં તેમને જણાવ્યું કે પયગંબર સાહેબ એ ખૂબ જ ભારપૂર્વક જણાવેલ કે , પોતાનો પાડોશી દુઃખી હોય ભૂખ તરસ્યો હોય તો તે મુસલમાનની ફરજ બને છે કે પહેલો તેને જમાડે અને તેની દરકાર કરે પછી પોતે જમે તો તેને સાચો ઈસ્લામી કહેવાય…

સંતરામપુર કાદરી મસ્જિદના મોલાના એ પૂરી હિન્દુસ્તાન અને દુનિયામાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પયગંબર સાહેબે આપેલા ઉપદેશ મુજબ દુઆ કરવામાં આવી અને બેગંબર સાહેબ પોતાના જીવન દરમિયાન કહેલા ઉદ્દેશોનું વર્ણન કરવામાં આવ્યું છે અને સંતરામપુર નગર જનોએ કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર જુલૂસ મા સાથ સહકાર આપ્યો તેમજ મહીસાગર જિલ્લા સહિત સંતરામપુર ના પોલીસ ભાઈઓ દ્વારા કાળજાળ ગરમીમાં ખડે પગે ઉભા રહીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી અને ફરજ બજાવી સાથ સહકાર આપ્યો તે બદલ સમગ્ર સંતરામપુર મુસ્લિમ સમાજ તેમનો આભાર વ્યક્ત કરે છે

[wptube id="1252022"]
Back to top button