
મોરબીમાં પ્રદુષણ ફેલાવતી 2 પેપરમિલ અને એક ફૂડ ફેક્ટરી સહિત ત્રણને ક્લોઝર નોટીસ: 1 ફેક્ટરીને 45 લાખનો દંડ
મોરબી જીલ્લામાં વધતા ઉદ્યોગો સાથે પ્રદુષણની સમસ્યા પણ વધી રહી છે પેપરમિલ એકમો અને ફૂડ ફેકટરીઓ પ્રદુષણ ફેલાવતી હોવાની રાવ વચ્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગાંધીનગર રીપોર્ટ કર્યા બાદ વડી કચેરી ખાતેથી ૨ પેપરમિલ અને એક ફૂડ ફેક્ટરી સહિતની ત્રણ કંપનીને ક્લોઝર નોટીસ આપી દેવામાં આવી છે તો એક ફેક્ટરીને ૪૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ગોર ખીજડીયા રોડ પર આવેલ નેક્સા પેપર નામની ફેક્ટરી દ્વારા મચ્છુ ૨ ડેમ પાસે પેપરમિલનો કચરો ફેકી પ્રદુષણ ફેલાવવામાં આવતું હોય જેથી પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રક પકડાયો હતો અને પેપરમિલ નેક્સા પેપર ખાતે વિઝીટ કરી ગાંધીનગર રીપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં વડી કચેરી દ્વારા ક્લોઝર નોટીસ આપવામાં આવી હતી અને ૪૫ લાખનો દંડ ફટકાર્યો છે

તેમજ ટંકારાના વીરપર નજીક આવેલ બીઝ કોર્પોરેશન નામની ફૂડ ફેક્ટરીનું દુષિત પાણી અને કચરો બહાર જતો હોવાથી પ્રદુષણ ફેલાય છે જે ફરિયાદને પગલે જીપીસીબી ટીમે વિઝીટ કરી ગાંધીનગર રીપોર્ટ કર્યો હતો અને વડી કચેરીથી ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે જયારે મોરબીના ઘૂટું ગામ નજીક આવેલ રોલ્ટાસ પેપરમિલમાં કચરો સળગાવી પ્રદુષણ ફેલાવાતું હોવાની રાવને પગલે ટીમે સ્થળ વિઝીટ કરી હતી અને વડી કચેરીમાં રીપોર્ટ કરતા ક્લોઝર નોટીસ આપવામાં આવી છે આમ કુલ ૩ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે








