Ayushman Bhav : “આયુષ્માન ભવ” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૭૫ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સાપ્તાહિક હેલ્થ મેળો યોજાયો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
આયુષ્માન ભવ:” કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૭૫ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સાપ્તાહિક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થીમ્સ: “આંખની સંભાળ અને એનીમિયા” બાબત હતી. દરેક હેલ્થ મેળામાં લાભાર્થીઓનું સ્ક્રીનીંગ, નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આંખ માટે ૨૦૨૪ દર્દીઓનું સ્ક્રીનીંગ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. તથા જરૂરિયાતવાળા દર્દીઓને સંદર્ભ સેવા માટે જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ, શાળાએ ન જતા બાળકોનું એનીમિયા લગત સ્ક્રીનીંગ કરી જરૂરી સારવાર અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ સાથે કુલ ૨૩૨૪ આભા આઈ.ડી કાઢવામાં આવ્યા હતા. તેમજ ૫૧૦ જેટલાં આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભંડેરીના જણાવ્યા મુજબ જિલ્લામાં દર શનિવારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સાપ્તાહિક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવશે. લોકોને હેલ્થ મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.









