MORBIMORBI CITY / TALUKOWANKANER
Wakaner:વાંકાનેરના પંચાસર પ્રાથમિક શાળા માંથી શિક્ષક દંપતીની બદલી થતા શાળા પરિવાર અને બાળકો હિબકે ચડયા

વાંકાનેરના પંચાસર પ્રાથમિક શાળા માંથી શિક્ષક દંપતીની બદલી થતા શાળા પરિવાર અને બાળકો હિબકે ચડયા

વાંકાનેર તાલુકામાં 2009 થી સતત કાર્યરત એવા શિક્ષક દંપતી કોવડિયા આબિદઅલી અને તેમના પત્ની પટેલ સાબેરાબાનું પોતાની કર્મનિષ્ઠતાના સતત દર્શન કરાવતા. આબિદઅલી વાંકાનેર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરતા. તે આ અગાઉ શિક્ષક અને સીઆરસી ની પદવી પણ મેળવી સારી કામગીરી કરેલ. આજે આ બંને દંપતી પંચાસર પ્રાથમિક શાળા માંથી પોતાના વતન પાટણમાં બદલી કરાવી જઈ રહ્યા હોય ત્યારે તેમની સાથે નોકરી કરેલ અને હાલ કરતા તમામ શિક્ષકો અને બાળકો રડી પડ્યા હતા. આ તકે વાંકાનેર તાલુકા શિક્ષક સંઘ, બીઆરસી અને સીઆરસી મિત્રો, પ્રાથમિક શાળાના આચાર્યો તેમને વતન જવાની અને ઉજ્જવલ ભવિષ્ય ની શુભકામના પાઠવે છે.

[wptube id="1252022"]








