
ટંકારાના મિતાણા-નેકનામ રોડ ઉપર.ટ્રક ચાલકે યુવાન ને હડફેટે લેતા યુવાનનું મોત :ટ્રક ચાલક ફરાર

ટંકારા તાલુકાના મિતાણા-નેકનામ રોડ ઉપર ગણેશપર ગામના પાટિયા પાસે પગપાળા જઈ રહેલા યુવાનને ઉલાળી મહારાષ્ટ્ર પાસીંગનો ટ્રક ચાલક મોત નિપજાવી નાસી છૂટતા હિટ એન્ડ રનના આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં મૃતકના ભાઇએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.21ના રોજ ટંકારા તાલુકાના મિતાણા-નેકનામ રોડ ઉપર ગણેશપર ગામના પાટિયા પાસે પગપાળા જઈ રહેલા હરેશભાઇ નરશીભાઇ ઢેઢી (રહે.મિતાણા તા.ટંકારા) વાળા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર MH-03-CV-3832ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી હરેશભાઇને હડફેટે લઇ માથાના લાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી પોતાનો ટ્રક લઇ નાસી જતા મૃતકના ભાઈ ભરતભાઇ નરશીભાઇ ઢેઢી, (રહે.મિતાણા તા.ટંકારા) વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિટ એન્ડ રનના આ બનાવમાં ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે








