GUJARATHALVADMORBI

હળવદ થી રણમલપુર જવાનો રસ્તો બીસ્માર હાલતમાં – તાત્કાલિક ધોરણે કામગીરી કરવા લોકમાંગ

હળવદ થી રણમલપુર જવાનો રસ્તો બીસ્માર હાલતમાં – તાત્કાલિક ધોરણે કામગીરી કરવા લોકમાંગ( રીપોર્ટર વિસાલ જયસ્વાલ હળવદ )

ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ જોવા મળતા હોય છે ત્યારે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા ની જો વાત કરવામાં આવે તો લગભગ દરેક જગ્યાએ એક જ સરખી પરિસ્થિતિ છે હળવદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મસ મોટા ખાડાઓ જોવા મળ્યા છે ત્યારે હળવદ થી રણમલપુર જવાના રસ્તા વચ્ચે બિસ્માર હાલતમાં રસ્તો છે 15 જેટલા ગામડાઓ ને જોડતો આ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માલ હાલતમાં હોય ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરી રસ્તાને સારો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે જો વાત કરવામાં આવે તો આ બિસ્માર રસ્તા ને કારણે અનેક વાહનોના અકસ્માત થતા હોય છે તેમજ બાઈક સ્લીપ ખાઈ જતાં લોકો પડતા હોય છે ત્યારે ગોકળગતીએ ચાલતા કામ સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે તાત્કાલિક ધોરણે યોગ્ય રસ્તા નું કામ જલ્દીથી જલ્દી પૂરું થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી કામગીરી કરવી જરૂરી બની છે ધારાસભ્ય આ રસ્તા પરથી પસાર થાય તો રસ્તાની પરિસ્થિતિથી વાકેફ બને તેવી ચર્ચાઓ પણ જાગી છે લોકોએ ધારાસભ્યને ખૂબ જંગી બહુમતીથી જીતાડ્યા તો ખરા પણ ક્યારે ધારાસભ્ય સ્થાનિક કામગીરી કરશે એ પણ એક સવાલ છે

[wptube id="1252022"]
Back to top button