GUJARATMORBI

રેલવે પ્રોટેક્શન ફોર્સ મોરબી દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન

રેલવે પ્રોટેક્શન ફોર્સ મોરબી દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન

આજે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (રેલ્વે પોલીસ – મોરબી) દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમીનાર માં રેલ્વે પોલીસ અધિકારીઓ દ્વારા, સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ની મુલાકાત લેવામાં આવી હતી અને એમાં અભ્યાસ કરતા બાળકોને ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

માનનીય પી.એસ.આઇ. સાહેબ શ્રી અજયસિંહ ગોહિલ તથા એમના સ્ટાફ દ્વારા, બાળકોને રેલ્વે પ્રવાસ દરમિયાન, અજાણ્યા વ્યક્તિથી પોતાની જાતને કેવી રીતે બચાવવું, કોઈપણ અજાણી વ્યક્તિને પોતાની માહિતી ન આપવી, એમની પાસેથી કોઈપણ વસ્તુ ન લેવી, તે ઉપરાંત રેલ્વે પ્રવાસ દરમિયાન કોઈપણ મુશ્કેલી ઊભી થતા ‌ રેલ્વે પોલીસનો સંપર્ક કરી શકે તે માટે ઈમરજન્સી નંબર ની પણ માહિતી આપી.

[wptube id="1252022"]
Back to top button