MEHSANAVIJAPUR

આયુષ્યમાન ભવ” કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય સેવાલક્ષી વિવિધ કાર્યક્રમો વિસનગર એ.પી.એમ.સી ખાતે યોજાયા

આયુષ્યમાન ભવ” કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય સેવાલક્ષી વિવિધ કાર્યક્રમો વિસનગર એ.પી.એમ.સી ખાતે યોજાયા
રક્ત વધારવાની દવા હિમપ સીરપથી આરોગ્યમંત્રીની કરાઈ ઔષધતુલા
આયુષ્યમાન ભારત કાર્ડમાં સો ટકા કામગીરી પૂર્ણ કરનાર ગામના સરપંચોનું સન્માન
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 300 દર્દીઓને છ માસ સુધી પોષણ આહાર કીટનું વિતરણ
દેશના પ્રધાનમંત્રીએ સમગ્ર રાષ્ટ્રમાં આયુષ્યમાન કાર્ડથી દેશના અનેકો નાગરિકોને
“આયુષ્યમાન ભવ”ના આશિર્વાદ આપ્યા છે- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
 દેશના પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદષ્ટીને પગલે નારી વંદન બિલ પસાર થતાં દેશમાં મહિલાઓને રાજકીય ક્ષેત્રે રાષ્ટ્ર સેવાની અનેરી તક મળી છે
 દેશના ઉન્નત વિકાસના પાયામાં શિક્ષણ અને આરોગ્ય છે. જેની હરહમેંશ ચિંતા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે
 સ્વસ્થ બાળક રાષ્ટ્રનું ભવિષ્ય છે.ત્યારે આપણે સૌ સાથે મળીને કુપોષણ મુક્ત ગામ અભિયાનને સાર્થક કરી
સૈયદજી બુખારી વિજાપુર

વિસનગર એ.પી.એમ.સી ખાતે વિવિધ આરોગ્યલક્ષી સેવા કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદષ્ટીને પગલે નારી વંદન બિલ પસાર થતાં દેશમાં મહિલાઓને રાજકીય ક્ષેત્રે રાષ્ટ્ર સેવાની અનેરી તક આપી છે. તેમેણે ઉમેર્યું હતું કે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામતથી રાજ્ય અને દેશ સેવામાં મહિલાઓ પોતાના સામર્થ્ય થકી નવા ભારતના નિર્માણમાં સહયોગ આપશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે ,દેશના પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર રાષ્ટ્રમાં આયુષ્યમાન કાર્ડથી દેશના અનેકો નાગરિકોને આયુષ્યમાન ભવના આશિર્વાદ આપ્યા છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી આજે રાજ્યના નાગરિકોને આયુષ્યમાન કાર્ડમાં રૂપિયા દશ લાખની સારવાર વિનામૂલ્યે મળશે તેમજ રાષ્ટ્રમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે હેતુથી આગામી 2025 સુધી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ટીબી નિવારણ માટે લોકભાગીદારી અભિયાનની મહેસાણા જિલ્લાએ પહેલ લીધી છે.ટીબીના દર્દીઓને પૂરક પોષણ આપવા માટે ઔધોગિક સંસ્થાઓ,સામાજિક સંસ્થાઓના સહયોગથી નિક્ષય પોષણ કીટનું વિતરણ કરાઇ રહ્યું છે અને દેશના ઉન્નત વિકાસના પાયામાં શિક્ષણ અને આરોગ્ય છે. જેની હરહમેંશ ચિંતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે.સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રધાનમંત્રીના માર્ગદર્શનથી ગુજરાતે હમેશાં છેવાડાના નાગરિકોના સ્વાસ્થયની ચિંતા કરી છે સ્વસ્થ બાળક રાષ્ટ્રનું ભવિષ્ય છે.ત્યારે આપણે સૌ સાથે મળીને કુપોષણ મુક્ત ગામ અભિયાનને સાર્થક કરવા જણાવ્યું હતું. દિકરીઓના સ્વાસ્થયની ચિંતા કરી તેમના પૂરતા પોષણ અને આહાર માટે ચિંતા કરવા જણાવ્યું હતું
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રોગ પહેલાં તેને અટકાવવાની ચિંતા સરકારે કરી છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો થકી બિન ચેપી રોગોના માર્ગદર્શન અને સારવારથી આજે અનેકોના જીવન ધોરણમાં સુધારો થયો છે.તેમણે ઉમેર્યું હતું કે બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર આપણા માટે અભિશાપ છે. જેને ઝીરો સ્તરે લઇ જવા માટે સૌના સાથ અને સૌના સહકાર થકી સ્વસ્થ રાજ્યના નિર્માણથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ આપવા જણાવ્યું હતું
આરોગ્યમંત્રી ઋષિકેશ પેટેલ ઉમેર્યું હતું કે કોઇપણ ઘર આયુષ્યમાન ભારત કાર્ડથી વંચિત ન રહે તેન ચિંતા સરકાર દ્વારા કરાઇ રહી છે. સાથે સાથે મંત્રીશ્રીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના,નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ મળે તેની ચિંતા કરવા પણ જણાવ્યું હતું
મંત્રીએ ચોમાસા દરમિયાન ભરાયેલ પાણીનો યોગ્ય નિકાલ કરી પાણી જન્ય રોગોથી દુર રહેવા નાગરિકોને અપીલ કરી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે જણાવ્યું હતું કે મહેસાણ જિલ્લાએ આરોગ્યક્ષેત્રે અનેક સિધ્ધીઓ મેળવી છે.મહેસાણામાં રૂ 200 કરોડ જેટલા માતબર ખર્ચથી અધતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઇ જવા રહ્યું છે જેનો લાભ જિલ્લા વાસીઓને મળવાનો છે.તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા પંચાયત દ્વારા આરોગ્યની ચકાસણી, ડ્રોન દ્વારા મચ્છર ઉત્પતિ અને નિકાલ,પોષણ કીટ,આભા કાર્ડ,આયુષ્યમાન ભારત કાર્ડ સહિત અનેક કાર્યક્મો થકી છેવાડાના માનવીના જીવન ધોરણમાં સુધારો લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે
મહેસાણા જિલ્લાના અગ્રણી ગીરીશભાઇ રાજગોરે જણાવ્યું હતું કે આરોગ્યપ્રદ સેવાઓ છેવાડના માનવીને મળી રહે તે માટે સરકારે અનેક પ્રયાસો કર્યા છે. તંદુરસ્ત નાગરિક થકી તંદુરસ્ત રાષ્ટ્ર અને તંદુરસ્ત રાષ્ટ્રથી વિશ્વગુરૂ તરફ પ્રયાણ કરવા રાજ્ય કટિબધ્ધ છે. તેમણે ટીબીમુક્ત ભારત અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી હતી
ઓ.એન.જી.સીના સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે ઓ.એન..જી.સી. એસેટ કંપનીની સામાજીક જવાબદારીના ભાગ રૂપે અનેક કાર્યો કરી રહી છે. આ વર્ષે મહત્તમ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કંપની પોતાની સામાજીક જવાબદારી અદા કરાવની છે., તેમણે ઓ.એન.જી.સી એસેટને લગતી માહિતી આપી અવગત કર્યા હતા
આયુષ્યમાન ભવ કાર્યક્રમની સાથે સાથે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન સેમીનાર, કિસાન રેસ્ટ હાઉસનું ભૂમિ પૂજન,મેગા મેડીકલ કેમ્પ, વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો, 300 થી વધુ નિક્ષય પોષણ કીટ વિતરણ, ઔષધ તુલા, ટીબી નિવારણ માટે લોકભાગીદારી અભિયાન, દાતાઓનું સન્માન સહિતના કાર્યક્મો યોજાયા હતા
આરોગ્યમંત્રીની આ પ્રસંગે કેડિલા ફાર્માસ્યુટીકલની હિમપ સીરપ 100 એમ.એલની એક હજાર બોટલથી ઔષધતુલા કરવામાં આવી હતી. આ બોટલની માર્કેટ કિંમત રૂપિયા 300 ની છે. આ ઉપરાંત હેલ્થ ટોક વિથ હેલ્થ મિનિસ્ટર ફોર હેલ્થ પ્રેકટીસ,ફ્રુડ અને હેલ્થ ડ્રીન્કનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મમંત્રીએ સશક્ત દિકરીઓના માધ્યમથી સશક્ત રાષ્ટ્ર અંગેની વાત કરી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, ધારાસભ્ય મુકેશભાઇ પટેલ,સુખાજી ઠાકોર, એ.પી.એમ.સી ચેરમેન પ્રિતેશ પટેલ, આરોગ્ય અધિકારી ડો મહેશ કાપડીયા, યંગ સીટીઝનના ડો અમર વ્યાસ,એ.પી.એમ.સી ઊંઝા એપીએમસી ના ચેરમેન દીનેશ ભાઈ પટેલ તેમજ અગ્રણી જનો તેમજ
મહિલાઓ,દિકરીઓ,લાભાર્થીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button