MORBI

મોરબીના સાપર ગામે બે અલગ અલગ દુકાનોમાંથી નશીલા સિરપનો જથ્થો ઝડપાયો

મોરબીના સાપર ગામે બે અલગ અલગ દુકાનોમાંથી નશીલા સિરપનો જથ્થો ઝડપાયો


મોરબી જિલ્લામાં પણ સાપર ગામમાં બે અલગ અલગ દુકાનોમાથી આયુર્વેદિક પીણાના નામે વેચાતો નશીલા સિરપનો જથ્થો ઝડપાયો છે. જ્યાં સાપર ગામે પાનની દુકાન બાદ કરિયાણાની દુકાનમાં નશીલા આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપાયો હતો. મોરબી તાલુકા પોલીસની ટીમે તમામ મુદામાલ જપ્ત કરી દુકાનના વેપારી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના સાપર ગામની સીમ, ક્રિષ્ના કિરાણા નામની દુકાનમાં તેનો સંચાલક આરોપી વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા નશીલા આયુર્વેદિક સિરપનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી વિક્રમસિંહ ૧,૨૬,૦૦૦ની નશીલી આર્યુવેદીક સિરપની ૮૪૦ નંગ બોટલો સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૨૦ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિક્રમસિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button