
મોરબી -વેપારી સાથે ત્રણ શખ્સોએ કારખાનામા પાર્ટનરશીપકરી બાદમાં છેતરપિંડી કરી

મોરબીના રવાપર રોડ પર 302 અવધ બી એપાર્ટમેન્ટ, સાનિધ્યપાર્ક (બોનીપાર્ક)માં રહેતા અને વેપારનો ધંધો કરતા મનીષ ઉર્ફે ચિરાગભાઇ જગદીશભાઇ પટેલએ આરોપી મુકેશ બચુભાઈ લીખીયા (રહે.102, સંગમ એપાર્ટમેન્ટ ક્રિષ્નાનગર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી), ગૌરાંગ મગનભાઇ દેત્રોજા (રહે.મોરબી ચિત્રકુટ સોસાયટી-5 શનાળા રોડ) રાકેશ ચુનીલાલ પટેલ (રહે.મોરબી સરદાર સોસાયટી પરીન પેલેસ શનાળા રોડ)વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તા.10/05/2022થી આજદીન સુધી આરોપી મુકેશ તથા ગૌરાંગભાઇ અને ફરીયાદી એમ.બી. સીરામીક એલ.એલ.પી.મા ભાગીદાર હોય અને કરીયાદીએ બજારમાંથી તેમજ સગા સંબંધી પાસેથી ઉઘરાવીને એમ.બી. સૌરામીક એલ.એલ.પી. ચલાવવા માટે સને-2020 થી 2021 સુધીમા એક કરોડ પંચાણુ લાખ રૂપીયા ઉઘરાવીને કેકટરીમાં આરોપી મુકેશને આપેલ અને એમ.બી. સીરામીક એલ.એલ.પી નુકશાનીમા જતા કરીયાદીને એમ.બી.એલ.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટ મેંટ એગ્રીમેન્ટ (ડીડ)મા સહી કરવા બદલ ત્રણે આરોપીએ રૂપીયા એક કરોડ પંદર લાખ બે ભાગમા આપવાની બાહેધરી આપી કરીયાદીની એમ.બી.એલ.એલ.પી.ની પાર્ટનરશીપ રીટાયર્ટ મેંટ એગ્રીમેન્ટ (ડીડ) મા સહી લઇ તા.30/06/2022ના રોજ રૂપીયા 50,00,000 આપી બાકીના 3.65,00,000 આજદીન સુધી નહીં આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની ભોગ બનનાર મનીષ ઉર્ફે ચિરાગભાઈએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ-406,420,114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








