DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે સફાઈ કર્મચારીઓને સફાઈ સુરક્ષા કીટ વિતરણ કરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        ગુજરાતભરમાં તા.૧૫ ઓકટોબર સુધી યોજાનાર સ્વચ્છતા હી સેવા કમ્પેઈનની શરૂઆત અન્ય શહેરોની સાથે સાથે દ્વારકા જિલ્લામાં પણ કરવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે ખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર ખાતે સફાઈ કર્મચારીઓને સફાઈ સુરક્ષા કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ સફાઈ કર્મચારીઓ આરોગ્યની કાળજી લઈને મેડિકલ હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

      સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં જેવા કે બસ સ્ટેન્ડ, મિલન ચાર રસ્તા સહિત વિસ્તારોમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

        આ તકે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી,ચીફ ઓફીસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button