
મોરબી: રાજપર તાલુકા શાળા ખાતે વિઘ્યાર્થીઓ મા તમાકુ ના વ્યસન અંગે ની જાગ્રુતી અર્થે એક નિબંધ સ્પર્ધા નુ આયોજન:

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર દ્રારા શ્રી રાજપર તાલુકા શાળા ખાતે વિધ્યાર્થીઓમા તમાકુ ના વ્યસન અંગેની જાગ્રુતી અર્થે એક નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ. આ સ્પર્ધા મા કુલ ૫૦ વિધ્યાર્થીઓ એ ભાગ લીધેલ. વિઘ્યાર્થીઓ એ પોતાની અલગ શૈલી મા વ્યસન ની ગંભીર અસરો અંગે સમજ આપતું નિબંધ લેખન કરેલ. ત્યાર બાદ સ્પર્ધા મા વિજેતા થનાર પ્રથમ ત્રણ વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવા મા આવેલ.
ત્યારબાદ આયુષ મેડિકલ ઑફિસર ડો. જયેશ રામાવત દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી પિન્ટુભાઈ કૈલા, PHC સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઈ, MPW સંજયભાઈ ડાંગર તથા FHW પાયલબેન મકવાણાએ સહયોગ આપેલ.









