
વાંકાનેરનાં દેરાળા ગામે PGVCLનાં ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ
વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં વાડી માલિકે પીજીવીસીએલના વીજ ટ્રાન્ફોર્મરમાંથી ઓઇલ ચોરી કરી લેતા આ મામલે ઓઇલ ચૌર વિરુદ્ધ પીજીવીસીએલના અધિકારીએ નામજોગ કરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં વાર્ડી ધરાવતા આરોપી પ્રભુભાઇ સ્વજીભાઇ ધરજીયાએ વીજ કંપનીના વીજ ટ્રાન્સ્કોર્મરમાંથી રૂપિયા 15,102ની કિંમતનું 180 લીટર ઓઇલ ચોરી પોતાની વાડીની ઓરડીમાં છુપાવી રાખતા કાર્યપાલક ઇજનેર પરેશભાઇ શરદ્ર ધુલીયા, પી.જી.વી.સી.એલ. વિભાગીચ કચેરી, વાંકાનેર દ્વારા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કરિયાદ નોંધાવી હતી
[wptube id="1252022"]








