GUJARATMORBI

મોરબી સિવિલ હોસ્પિટલમાં મસમોટું ગાબડું ખરી પડ્યું

મોરબી સિવિલ હોસ્પિટલમાં મસમોટું ગાંબડુ  ખરી પડતા આસપાસ રહેલા લોકોના લોકોના જીવ પડીકે બંધાયા હતા.

મોરબી સિવિલ હોસ્પીટલમાં આજે વહેલી સવારના સુમારે બીજા માળે ગેલેરીના ભાગમાં મસમોટું ગાબડું પડ્યું હતું.જો કે સ્થળ નજીક કર્મચારીઓ કામ કરતા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. મોરબી ની સિવિલ હોસ્પિટલ સારી અને સલામત હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ જ્યાં દર્દીઓ સારવાર લેવા આવે છે તે જ બિલ્ડીંગમાં મસમોટા ગાબડા પડતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે જ્યાં ડોક્ટર અને દર્દીઓ માટે જીવનું જોખમ રહેલું છે છતાં પણ તંત્ર દ્વારા નક્કર કામગીરીના કરવામાં આવી હોવાના દર્શ્યો સામે આવ્યા છે..શું તંત્ર કોઈ મોટી દુર્ધટનાની રાહ જોઈ રહ્યું છે ?

[wptube id="1252022"]
Back to top button