કેશોદના વેરાવળ રોડ પર બાઈક પર આવી રહેલાં બાઈક ચાલક રોનક રમણીકભાઈ ઠુબર ને આગળ જઈ રહેલી રેંકડી સાથે ધડાકાભેર અથડાતાં ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ વધુ ગંભીર ઈજાને કારણે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતાં. કેશોદના શહેરી વિસ્તાર બહાર ખાણીપીણીની હોટેલો નાં હાટડા શરૂ થયાં છે ત્યારે રજાનાં દિવસોમાં પુરતાં પાર્કિંગ ની વ્યવસ્થા ન હોય સિક્યુરિટી ગાર્ડ ન હોવાથી છાશવારે સોદરડા રોડ પર આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સતર્કતા દાખવી પગલાં ભરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. કેશોદના વેરાવળ રોડ પર બનેલી આકસ્મિક ઘટના માં ઈજાગ્રસ્ત હાલતમાં રોનક રમણીકભાઈ ઠુબર ૨૨ કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં વાયુવેગે સમાચાર પ્રસરી જતાં યુવાનો ઉમટી પડ્યા હતાં.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ