

ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ માં પાણીની આવક માં વધારો થતાં સરદાર સરોવર નર્મદા ડેમ માંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નર્મદા નદી કિનારે વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા
નર્મદા કાંઠા વિસ્તારના માલસર.શિનોર.માંડવા.બરકાલ.દિવેર સહિતના નર્મદા કાંઠા નાં ગામો નાં નીચાણ વાળા વિસ્તારોમાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે શિનોર પોલીસ દ્વારા પણ સાવચેતીના ભાગ રૂપે એલાઉન્સ કરી નર્મદા કાંઠા વિસ્તારના વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
વાત કરીએ તો શિનોર મામલતદારશ્રી.શિનોર તાલુકા વિકાસ અધિકારીશ્રી.શિનોર પી એસ આઈ શ્રી સહિત તમામ અધિકારીઓ ની ટીમો દ્વારા માલસર ખાતે આવેલા ગજનંદ આશ્રમ.શ્રી હરી આશ્રમ.નિરમા આશ્રમ તેમજ સત્યનારાયણ આશ્રમ તેમજ નીચાણ વાળા વિસ્તારોમાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ફૈઝ ખત્રી…શિનોર









