
લવ જેહાદ: ટંકારામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી લઈ ગયો, ઉગ્ર રજૂઆત

ટંકારામા મુસ્લિમ યુવકે શહેરની હિન્દુ પરીવારની દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ઘટના પ્રકાશમા આવી છે. આ મામલે યુવતીના પિતાએ ટંકારા પોલીસમા વિધર્મીની ચુંગાલમાંથી પોતાની પુત્રીને બચાવવા અરજી આપી છે. લવજેહાદનો કિસ્સો ટંકારામા સૌ પ્રથમ વાર બનતા હિંદુ સમાજમા ભારે ઘેરા પડઘા પડ્યા હતા અને પંથકમાંથી અનેક આગેવાનો પોલીસ મથકે એકઠા થઈ સરપંચની આગેવાની હેઠળ પોલીસને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક યુવતી સાથે નાસી છુટેલા શખ્સને ઝડપી લઈ દાખલારૂપ કાર્યવાહી કરવા આક્રોશ ઠાલવ્યો હતો. આ ઉપરાંત કુખ્યાત ગેંગ સક્રિય બની ટંકારામાં યુવતીની પજવણી કરતા હોય તથા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાની વાત કરી હતી.ટંકારાના મુમનાશેરીમા થોડા વર્ષો પૂર્વે અન્ય શહેરથી પરીવાર સાથે મામાના સંબંધથી ટંકારામા સ્થાયી થયેલા વસીમ ખલીફા નામનો વિધર્મી યુવક શુક્રવારે સવારે શહેરની એક યુવાનીના ઉંબરે ઉભેલી યુવતીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમા ટંકારા પોલીસ મથકે ગુમ થયેલી યુવતીના પિતાએ અરજી આપી પોતાની પુત્રીને તાજેતર મા જ જેની પર દારૂ વેચવા અંગેનો ગુનો દાખલ થયેલ છે એ વિધર્મી યુવક અપહરણ કરી ગયાની રાવ કરી હતી. બનાવ અંગે ની વાત શહેરમા વાયુવેગે પ્રસરી જતા હિંદુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને ઘડીભર મા જમાવડો થયો હતો. અને આક્રોશ ઠાલવી લવજેહાદ જેવી ઘટના સાંખી લેવાશે નહીં ના તાબોટા પાડયા હતા. અનેક હિન્દુ સંગઠનો રાજકીય આગેવાનો સહિતનાની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક વિધર્મી શખ્સ ને ઝડપી લઈ દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરી








