GUJARATMORBI

મોરબી ખાતે યોગ શિબિરમાં 1000 લોકો દ્વારા એક સાથે યોગ અને 10000 સૂર્ય નમસ્કારનું કરવાનું આયોજન

મોરબી ખાતે યોગ શિબિરમાં 1000 લોકો દ્વારા એક સાથે યોગ અને 10000 સૂર્ય નમસ્કારનું કરવાનું આયોજન:

ગુજરાત ભરમાં કુલ 73 સ્થાનો પર આયોજિત યોગ શિબિરમાં મોરબી જિલ્લામાં, રામોજી ફાર્મ, મોરબી ખાતે બે દિવસની યોગ શિબીર આજ રોજ પધારેલા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ થયો. યોગ કોચ અને જિલ્લા કોર્ડીનેટર સાથે સાથે યોગ ટ્રેનર્સ દ્વારા વિવિધ સત્રો લેવાયા. વિવિધ સંસ્થાઓમાંથી મહાનુભાવો, સભ્યો સાથે હાજર રહેલ.

આવતીકાલે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય, ગુજરાત ભરમાં 73 સ્થાનો પર યોગ-શિબિર ના માધ્યમથી, 73000 લોકો દ્વારા કુલ 7,30,000 સૂર્યનમસ્કાર નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થયેલ છે.

જેમાં મોરબી ખાતે 1000 લોકો દ્વારા યોગ શિબિરમાં સામૂહિક રીતે યોગ અને કુલ 10000 સૂર્યનમસ્કાર કરવામાં આવનાર છે.

તારીખ: 17/9/2023
સમય: સવારે 6 થી 8
સ્થળ: રામોજી ફાર્મ, રવાપર કેનાલ રોડ, મોરબી

આવા અમૂલ્ય અવસર પર પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સહભાગી થવા મોરબીની યોગ પ્રેમી જનતાને, વિવિધ સંસ્થાઓ, સંગઠનોને સભ્યો અને પરિવાર સાથે જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમંત્રણ પાઠવીએ છીએ.

નોંધ: યોગ શિબિરમાં યોગ મેટ અથવા પાથરણું અને પાણીની બોટલ સાથે લાવવાની રહેશે અને નીચે આપેલ લિંક દ્વારા રજિસ્ટ્રેશન (અંગ્રેજી કેપિટલ લેટરમાં) કરવાનું રહેશે.

https://forms.gle/DnFhD9pf5j4UeGeV8

વધુ માહિતી માટે શ્રી વાલજીભાઈ પી. ડાભી, મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) નો સંપર્ક (9586282527) કરવા યાદી માં જણાવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button