GUJARATMORBITANKARAWANKANER

જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા જીલ્લો મોરબીમાં તારીખ 14 -09- 2023 ના રોજ વિદ્યાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી જિલ્લાના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય મોરબીના અધ્યક્ષ શ્રીમાન જી ટી પંડ્યા સાહેબ, કાર્યપાલક એન્જિનિયર શ્રી હિતેશભાઈ આદરોજા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાણીપા સાહેબ તથા જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીના પ્રતિનિધિ તથા કોઠારીયાના પૂર્વસરપંચ કિશોરસિંહ ઝાલા તેમજ વાલીના પ્રતિનિધિ તરીકે શ્રી ભરતભાઇ બોપલિયા અને શીતલબેન બારૈયા ઉપસ્થિત રહ્યા જેમાં વિદ્યાલયની વિભિન્ન ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ અંગેની ચર્ચા કરવામાં આવી સાથોસાથ વિદ્યાલયમાં આવાસીય, શૈક્ષણિક, ભોજન સંબંધી પણ ચર્ચા કરી. હિન્દી પખવાડા નું ઉદ્ઘાટન સાંસદ શ્રી તથા કલેકટરશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું.


વિદ્યાલયમાં ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓએ 10 -10 કોમ્પ્યુટર તથા બે- બે સ્માર્ટ બોર્ડ ફાળવવાનું આશ્વાસન આપ્યું, તથા કલેકટરશ્રીએ વિદ્યાલયના ક્રીડાંગણને વિકસિત કરવા માટે આશ્વાસન આપેલ છે,શ્રી આર કે બોરોલે આચાર્ય તરફથી આવેલા સૌ મહેમાનોનું આભાર માનવામાં આવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button