VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

 પોષણ માસની થીમ ઃ-  ʻʻ સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારત  ʼʼ 

માહિતી બ્યુરોઃ વલસાડઃ ૧૪ઃ માન. વડાપ્રધાનશ્રીના સુપોષિત ભારતના સ્વપ્નને સમર્થન આપવા રાજય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરાઇ રહી છે. આ સંદર્ભે વલસાડ જિલ્લામાં પણ આ પોષણ માસમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ અભિયાન અંતર્ગત હાથ ધરાનારા કાર્યક્રમોના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપદે બેઠક યોજાવામાં આવી હતી.

આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ પોષણ અભિયાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પોષણ માસ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગાહી રીતે સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ માટે કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશિત કરે છે. પોષણ અભિયાનના ઇચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે વ્યકિતગત સામુદાયિક સ્તરે વર્તન પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટક છે.

પોષણ માસની થીમ ʻʻ સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારત ʼʼ છે એમ જણાવતાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું  હતું કે, પોષણ માસ દરિમયાન કુલ સાત થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જેમાં ૧. માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર ૨. સ્વસ્થ બાળક સ્પર્ધા ૩. પોષણ ભી પઢાઇ ભી ૪. મિશન લાઇફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો ૫. મારી માટી મારો દેશ, ૬ આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશન અને ટેસ્ટ, ટ્રીટ અને ટોક – એનિમિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

બેઠકમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓને પોષણ માસ અંતર્ગત સંબધિત વિભાગોને રાજય સરકાર તરફથી જે કામગીરી સોંપવામાં આવી છે તે મુજબ તેમણે કામગીરી કરવાની રહેશે. અને આ કામગીરીની ડેટા એન્ટ્રી ભારત સરકારના જનઆદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી કરવામાં આવે અને લાભાર્થીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા પ્રાયોજના વહીવટદારશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી. ડી. બારીયા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી નીલમબેન પટેલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button