BHARUCH

ભરૂચ જિલ્લાના ત્રણ ખેલાડીઓ સોફ્ટ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિ કરવા જઈ રહ્યાં છે. 

ભરૂચ જિલ્લાના ત્રણ ખેલાડીઓ સોફ્ટ ટેનિસ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિ કરવા જઈ રહ્યાં છે.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૪/૦૯/૨૦૨૩

   તાજેતરમાં અમદાવાદ ખાતે સોફ્ટ ટેનિસ એસોસિએશન દ્વારા સિલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્યભર માંથી આશરે ૨૪ બહેનો અને ૨૭ ભાઈઓ આવેલ હતા. ૧૮ મી નેશનલ જુનિયર સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભાઈઓ ની કેટેગરીમાં હેમ પરેશ મહેતાએ પોતાનું સ્થાન રાષ્ટ્રીય ટીમ માટે પ્રાપ્ત કર્યું હતું, જયારે બહેનોમાં પ્રથમ વખત ભરૂચની બે ખેલાડીઓ જીવિકા તુષાર શાહ અને ખૂબી જતીન જૈન એ પોતાનું સ્થાન રાષ્ટ્રીય કક્ષા એ જનાર ટીમ માં પ્રાપ્ત કર્યું હતું.

   આ ખેલાડીઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ૧૮મી જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધા આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે આવતા મહિને રમવા જનાર છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના કલેકટર તુષાર સુમેરા દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button