
મોરબી જિલ્લા પંથકમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હળવી પડી 125 શિક્ષકો માંથી વાંકાનેરમાં 71 શિક્ષકો શબ્દનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપશે

મોરબી જિલ્લામાં તાજેતરમાં શિક્ષકોની ઘટને દૂર કરી 125 શિક્ષકો ની સંખ્યા નો વધારો કરવામાં આવ્યો છે જેમાં ધોરણ 1થી 5 અને ધોરણ 6 થી 8 માં કુલ 125 શિક્ષકો માંથી 71 શિક્ષકો વાંકાનેર પંથકમાં સમાવેશ કરવામાં આવ્યો છે સમગ્ર જિલ્લામાં ઘણા વર્ષથી શિક્ષકોની ઘટ સરકારી શાળામાં રહી હતી જેના પરિણામે વિકાસલક્ષી સરકાર ભાજપ શાસનકાળમાં વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય અંધકારમાં ન ફેલાઈ સારું ક્વોલિફાઇડ શિક્ષણ આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ મળે તેવા હેતુસર રજૂઆત કરી હતી જે રજૂઆત ને સરકારે ધ્યાને રાખી વાંકાનેર પંથકમાં 71 શિક્ષકો નો વધારો કરવામાં આવ્યો છે જેમાં 1 થી 5 અને ધોરણ 6 થી 8 શિક્ષકોની ઘટ હળવી કરવામાં આવી છે જે વાંકાનેર કુવાડવા પંથકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની રજૂઆતને ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો બિરદાવી છે શિક્ષકોની ઘટ હળવી થતાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમા શિક્ષકો અનુભવી રહ્યા છે








