MORBI

મોરબીના ચાચાપર ગામે ગરીબોના પ્લોટ ઉપર દબાણ કરતા ડીડીઓના માર્ગદર્શન હેઠળ જમીન ખુલ્લી કરવામાં આવી..

મોરબીના ચાચાપર ગામે.ગરીબોના પ્લોટ ઉપર દબાણ કરતા ડીડીઓના માર્ગદર્શન હેઠળ જમીન ખુલ્લી કરવામાં આવી..

મોરબી તાલુકાના ચાંચાપર ગામે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજા ના માર્ગ્દર્શન હેઠળ તેમની આગવી સુઝબુઝ તેમજ દબાણ દુર કરાવવાની અનોખી શૈલીથી મહેસુલ વિભાગના નાયબ મામલતદાર (દબાણ),રેવન્યુ તલાટી તથા જિલ્લા પંચાયત તળેના તલાટી કમ મંત્રી તેમજ ચાંચાપર ગામના સરપંચ અને ઉપસરપંચ ની ટીમ દ્વારા ચાંચાપર ગામે ઘર વિહોણા લાભાર્થીઓ માટે સ.નં.૨૯પૈ મા ૧૦૦ ચો.વાર.ના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ સવાલવાળી જમીનની બાજુની જમીનમા સ.નં.૮ પૈકીના ખાતેદાર ત્રિભોવનભાઇ મોરભાઇ પટેલ તથા અલ્પેશભાઇ ભુદરભાઇ હોથી દ્વારા લિમ્બુના ઝાડનુ વાવેતર ,આગળની બાજુ ફેંસીંગ તેમજ પાછળની બાજુ પાકી દિવાલ કરી કરેલુ આશરે ૪૨૦૦ ચો.મી.નુ દબાણ દુર કરવામા આવેલ છે.


જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજા ના જણાવ્યા મુજબ આ જગ્યામા ટુંક સમયમા ૧૦૦ ચો.વાર માટે લાયકાત ધરાવતા ઘર વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવવાની કામગીરી હાથ ધરવામા આવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button