
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકાઃ-
તા.૧૧/૦૯/૨૦૨૩ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેરાજા ગામ મુકામે પ્રાકૃતિક ખેતી વિશે કિશાનગોષ્ઠિ નું આયોજન આત્મા પ્રોજેકટના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી.બી.એમ.આગઠના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. તેમાં ગામના ખેડુતો હાજર રહેલ. તેમાં જીવામૃત બનાવવા માટેનો લાઈવ ડેમો રાખીને વિસ્તૃત સમજણ આપી.તેમાં FMT દિનેશભાઇ પરમાર દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો વિશે માહીતી આપી અને જીવામૃત કેવીરીતે બનાવવું તેની સમજણ આપી. આત્મા તરફથી DPD. એ.ડી.ચાવડા સાહેબ અને ATM રાજેશ પી. વારોતરિયા દ્વારા પ્રાકૃતિક વિષય ઉપર ઉડાણર્પુવક સમજણ આપવામાં આવી હતી.

[wptube id="1252022"]








