
માળીયા: નીરુબેનનગર ગામે યુવાન દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયો

મોરબી એસઓજી ટીમ માળીયા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નીરુબેનનગર ગામના ગેઇટ પાસે એક શખ્સ દેશી બનાવટના તમંચા સાથે ઉભો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે બનાવ સ્થળે છાપો મારી આરોપી સમીર હનીફભાઇ મોવર, ઉ.24, રહે.અંજીયાસર વાળાને ઝડપી લઈ અંગ ઝડતી કરતા રૂપિયા 5000ની કિંમતનો તમંચો મળી આવતા માળીયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
[wptube id="1252022"]





