NATIONAL

મોદી સરકારની માંગને ફગાવી રાજદ્રોહ કાયદાને પડકારતી અરજી પર હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સુનાવણી કરશે.

રાજદ્રોહ કાયદાને પડકારતી અરજી પર હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા 124A હેઠળના રાજદ્રોહ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓને ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચને મોકલી આપી છે. સંસદ પીનલ કોડની જોગવાઈઓને ફરીથી લાગુ કરી રહી છે તે આધાર પર કેસને મોટી બેંચને સોંપવાના નિર્ણયને મુલતવી રાખવાની કેન્દ્રની માંગને કોર્ટે ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના રજિસ્ટર્ડ ઓફિસને ચીફ જસ્ટિસ સમક્ષ પેપર્સ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો જેથી કરીને બેન્ચની રચના અંગે નિર્ણય લઈ શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે કેદારનાથના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ કેસની સુનાવણી માટે મોટી બેંચની જરૂર છે. 1962ના કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર રાજ્યના મામલામાં પાંચ જજોની બેન્ચે રાજદ્રોહ કાયદાને બરકરાર રાખ્યો હતો. તો શું 3 જજની નાની બેન્ચ નિર્ણયને કેવી રીતે ફેરવી શકે.

આ પહેલા કોર્ટે આ અરજીઓ પરની સુનાવણી કેન્દ્ર સરકારના એવું કહેવા બાદ 1 મે સુધી મુલતવી રાખી હતી કે સરકાર દંડની જોગવાઈની પુનઃસમીક્ષા પર વિચાર-વિમર્શના અંતિમ તબક્કા તરફ છે. આ પછી કેન્દ્ર સરકારે 11 ઓગસ્ટના રોજ આ સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું અને IPC, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) અને ભારતીય પુરાવા અધિનિયમને બદલવા માટે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા. તેમાં રાજદ્રોહ કાયદાને રદ કરવાની અને ગુનાની વ્યાપક પરિભાષાની સાથે નવી જોગાવાઈઓ લાગુ કરવાની વાત કરવામાં આવી છે.

ગયા વર્ષે 11 મેના રોજ આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે IPCની કલમ 124Aને અસ્થાયી રૂપે બિનઅસરકારક બનાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ કાયદા હેઠળ નવા કેસ નોંધવામાં ન આવે અને જે કેસ પહેલેથી પેન્ડિગ છે એમાં પણ કોર્ટની કાર્યવાહી અટકાવવી જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકારને કાયદાની સમીક્ષા કરવાની પરવાનગી આપી હતી. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર કાયદાની સમીક્ષા ના કરી લે ત્યાં સુધી આ વચગાળાની વ્યવસ્થા અમલમાં રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button