
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ઉમેદવારી નક્કી કરાય

મોરબી જિલ્લા પંચાયતમાં જુદીજુદી સમિતિઓની આગામી અઢી વર્ષ માટે રચના કરવામાં આવનાર છે.તેમજ વિવિધ સમિતિના ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નવી ટર્મ માટેના હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન જેઠાભાઈ પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા (બાઘુભાઇ) અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી અને સરોજ બેન વાઘજીભાઇ દાંગ્રોજાની સાસક પક્ષ નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. આવતી કાલે ચૂંટણી યોજાશે
[wptube id="1252022"]








