BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા તથા તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની ખાસ સભા યોજાશે

ભરૂચ:સોમવાર: જિલ્લા અને તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી, ૨૦૨૧માં થયેલી હતી. તેની પ્રથમ સભા તા.૧૭/૦૩/૨૦૨૧ના રોજ મળેલ છે. જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની મુદ્દત અઢી વર્ષની ઠરાવવામાં આવેલ છે.

જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ પુર્ણ થતી હોય, બાકી રહેતી મુદ્દત માટે જિલ્લા અને તાલુકા પંચાયતના કિસ્સામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની ખાસ સભા તા.૧૪/૦૯/૨૦૨૩ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે જે તે પંચાયત કાર્યાલય ખાતે યોજાશે.

જે માટે ખાસ સભાના આગલા દિવસે એટલે કે, તા.૧૩/૦૯/૨૦૨૩ના રોજ સમય સવારના ૧૧: ૦૦ થી ૧૪: ૦૦ કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જણાવાયું છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button