RAMESH SAVANI

‘હિન્દુત્વ; સ્વતંત્રતા/ સમાનતા/ બંધુત્વ માટે એક ખતરો છે !’

હિન્દુધર્મ અને હિન્દુત્વ અલગ છે. હિન્દુધર્મમાં સ્વતંત્રતા /સમાનતા/ બંધુત્વ/ સર્વજન હિતાય, સર્વજન સુખાય/ વસુધૈવ કુટુમ્બકમ/ સહિષ્ણુતા/ અહિંસા/ શાંતિ વગેરે મૂલ્યો છે. આ મૂલ્યો હિન્દુત્વમાં નથી.
હિન્દુત્વમાં અસમાનતા છે/ સામંતી ઊચ્ચનિમ્નની ભાવના છે/ અસ્પૃશ્યતા છે/ અસહિષ્ણુતા છે/ હિંસા છે/ વર્ણવ્યવસ્થા છે. એટલે જ આવા હિન્દુત્વને કચડી નાંખવા તમિલનાડૂના ખેલમંત્રી ઉદયનિધિ સ્ટાલિને, 2 સપ્ટેમ્બર 2023ના રોજ ‘સનાતન ઉન્મૂલન સંમેલન’માં કહ્યું હતું કે “સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. આવી બાબતોનો વિરોધ કરવાને બદલે તેને ખતમ કરી દેવો જોઈએ !”
ઉદયનિધિનું આ સખ્ત નિવેદન ગોડસેવાદીઓને/ હિન્દુત્વવાદીઓને પચે તેમ નથી ! તેમણે ઠેરઠેર વિરોધ શરુ કર્યો છે. કેદ્રીય ગૃહમંત્રીએ રાજસ્થાનમાં ચૂટણીસભામાં કહ્યું કે ‘આ તો આપણી સંસ્કૃતિ, ઈતિહાસ અને સનાતન ધર્મનું અપમાન છે !’ સત્તાપક્ષના IT Cellના વડા અમિત માલવીયએ કહ્યું કે ‘આ તો ભારતની 80% વસ્તીનો નરસંહાર કરવાનું આહવાન છે !’ ઉદયનિધિએ સ્પષ્ટતા કરી કે “મેં ક્યારેય સનાતન ધર્મનું પાલન કરનારા લોકોનો નરસંહાર કરવાની વાત નથી કરી. સનાતન ધર્મ એક સિદ્ધાંત છે, જે લોકોને જાતિ અને ધર્મના નામે અલગ કરે છે. સનાતન ધર્મને જડથી ઉખાડવો તે માનવતા અને માણસો વચ્ચે એકતાને સ્થાપિત કરવા બરાબર છે. સનાતનનો અર્થ શું છે? શાશ્વત, જેને બદલી ન શકાય. કોઈ એ વિશે સવાલ ન પૂછી શકે. સનાતને મહિલાઓ સાથે શું કર્યું? પતિના મૃત્યુ બાદ તેને આગને હવાલે કરી ! એણે વિધવાઓના માથા મૂંડાવ્યાં ! સફેદ સાડી પહેરવા તેને મજબૂર કરી. બાળલગ્નો થતાં રહ્યાં ! અમારા નેતા એમ. કરુણાનિધિએ કાયદો બનાવ્યો જેથી દરેક જાતિના લોકોને અર્ચક-મંદિરના પૂજારી બનવાનો અધિકાર મળ્યો. અમે બસમાં મહિલાઓની યાત્રા મફત કરી. છોકરીઓને કોલેજમાં દર મહિને 1,000 રુપિયાની સહાય કરી.”
થોડાં પ્રશ્નો : [1] જો ધર્મ માનવવાદી હોય/ સ્વતંત્રતા /સમાનતા/ બંધુત્વ/ સર્વજન હિતાય, સર્વજન સુખાય/ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને દ્રઢ કરનારો હોય તો કોઈને વિરોધ કરવાની જરુર પડે? [2] જે ધર્મમાં સામંતશાહી મૂલ્યોનું જ રટણ હોય તે લોકશાહી સમાજમાં ઉપયોગી થાય ખરો? [3] જ્યાં જ્ઞાતિ/જાતિની શ્રેષ્ઠતાનું અભિમાન કરતા હોય/ વર્ણવ્યવસ્થાનું મહિમામંડન થતું હોય ત્યાં માનવવાદી વિચારધારાને પ્રોત્સાહન મળે ખરું? [4] હજારો વરસથી શૂદ્રોના/ મહિલાઓના માનવ અધિકારોને કચડી નાખનાર વિચારધારાને ધર્મ કહી શકાય? [5] જ્યાં વૈજ્ઞાનિક વિચારધારાને બદલે પ્રાચીન ગ્રંથોને પ્રમાણ માનવામાં આવે તેવો ધર્મ ચોક્કસ વર્ણના હિત માટે નથી? આ પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ જ શૂદ્રો માટે વર્જિત હતો, તે ચોક્કસ વર્ણનું કપટ ન કહેવાય? [6] જે ઉદયનિધિએ કહ્યું છે તેવું સ્વામી વિવેકાનંદે કહ્યું નથી? શું તેમણે સનાતન મતની જાતિવાદી પ્રથાઓની આકરી આલોચના કરી નથી? શું તેમણે જાતિના દરેક વિશેષાધિકારો અને અસ્પૃશ્યતાનો વિનાશ કરવાનું આહ્વાન કર્યું ન હતું? વિવેકાનંદ માનતા કે ‘ભારતમાં જાતિ આખરે લુપ્ત થઈ જશે. જાતિભેદ ભારતના વિકાસને અવરોધે છે. લોકશાહી વિચારોના પ્રસાર સાથે છેવટે જાતિભેદ સમાપ્ત થઈ જશે.’ પરંતુ થયું ઊંધું. જાતિપ્રથા સમાજ અને રાજનીતિમાં ઊંડે સુધી ઊતરી ગઈ છે ! ઉત્પીડન/ હિંસા/ નફરતનો શિકાર દલિતો બનતા નથી? શું ઉદયનિધિએ વિવેકાનંદની જ વાત કરી નથી? [7] જ્યારે આર્ય સમાજ/ બ્રહ્મ સમાજે સતીપ્રથા/ મૂર્તિપૂજા/ અસ્પૃશ્યતા/ બાળ વિવાહ વગેરે પ્રથાઓ સામે અવાજ ઊઠાવ્યો ત્યારે પુરાણપંથીઓએ રાડારાડ કરી મૂકી હતી કે આ તો સનાતનધર્મ વિરુદ્ધનું છે ! શું જૂની પ્રથાઓ ચાલુ રાખવાથી લોકોનું ભલું થાય કે શોષણ થાય? આખરે માણસ માટે ધર્મ છે કે ધર્મ માટે માણસ છે?
શું માનવમૂલ્યો વિનાનો ધર્મ હોઈ શકે ખરો? શું કબીર/અખો ખોટા હતા? શું સ્વામી વિવેકાનંદ ખોટા હતા? ડો. આંબેડકરે 1934માં કહ્યું હતું : ‘હિન્દુત્વ; સ્વતંત્રતા/ સમાનતા/ બંધુત્વ માટે એક ખતરો છે ! નાઝીઓ જે રીતે યહૂદીઓ વિરુદ્ધ વિચારધારા ધરાવે છે તે રીતે હિન્દુઓની સનાતનધર્મિતા અછૂતો વિરુદ્ધની છે.’ શું ડો. આંબેડકર ખોટા હતા?rs

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button