RAMESH SAVANI

હિન્દુધર્મ ખતરામાં છે કે દેશ?

અદાણી સામે નાણાકીય કૌભાંડો સામે આવે છે ત્યારે સત્તાપક્ષ અદાણી સામે તપાસ કરવાની જગ્યાએ બચાવમાં ઊતરી પડે છે. ગુજરાતના વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે 26 ઓગસ્ટ 2023ના રોજ આરોપ મૂકેલ છે કે “ગુજરાતની સરકારી કંપની GUVNL- ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે ઓક્ટોબર 2018થી માર્ચ 2023 દરમિયાન અદાણી પાવરને 3,802 કરોડ વધુ ચૂકવ્યા છે.” GUVNLએ 15 મે 2023ના રોજ APMUL-Adani Power (Mundra) Limited ને પત્ર લખી 3,802 કરોડ રુપિયાની વધુ ચૂકવણી વસૂલ કરવા પત્ર લખ્યો છે; પરંતુ ગુજરાત સરકારે બચાવ કર્યો છે કે “આ ચૂકવણી માત્ર વચગાળાની હતી આખરી નથી !” GUVNLએ આ પત્ર, હિન્ડનબર્ગ રીસર્ચ દ્વારા અદાણી ગૃપના કૌભાંડ ઉજાગર થયા બાદ લખ્યો હતો !
સરકારી બચાવ ‘આ ચૂકવણી માત્ર વચગાળાની હતી આખરી નથી !’ ગળે ઉતરે તેવો નથી. ગૂગલ પર જાઓ. અદાણીના કારનામાં જોવા મળશે. 18 એપ્રિલ 2023ના રોજ સંસદસભ્ય સંજયસિંહે અદાણી પાવર સામે 10,000 કરોડ રુપિયાનું કૌભાંડ જાહેર કર્યું છે ! 18 મે 2016ના રોજ ‘વાયર’માં પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતાએ આરોપ મૂકેલ છે કે અદાણી પાવરે ઉપકરણોના ઓવર-ઈન્વોયસિંગમાં 50,000 કરોડનું કૌભાંડ કરેલ છે ! આપણા વડાપ્રધાન ભ્રષ્ટાચાર પર બહુ બોલે છે. 15 ઓગસ્ટ 2022 અને 2023ના રોજ લાલ કિલ્લા પરથી ભ્રષ્ટાચાર ઉપર ભાષણ આપેલ. સવાલ એ છે કે વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ભ્રષ્ટાચાર દૂર કરી શક્યા ન હતા; 9 વરસ કરતાં વધુ સમયથી વડાપ્રધાન છે; પણ ભ્રષ્ટાચાર દૂર કરી શક્યા નથી ! શું લોકોએ ભ્રષ્ટાચાર દૂર કરવાના ભાષણો સાંભળીને રાજી રહેવાનું છે? શું અદાણી ગાય કરતાં પણ વધુ પવિત્ર છે?
ભ્રષ્ટાચાર બાબતે દરબારી મીડિયામાં ચર્ચા કેમ જોવા મળતી નથી? એમણે તો આ ભ્રષ્ટાચારને ઢાંકવા હિન્દુ-મુસ્લિમ/ મંદિર-મસ્જિદની સળંગ ડીબેટ યોજી ! ગરીબો વધુ ગરીબ થતાં જાય છે અને અમીરો વધુ અમીર બની રહ્યા છે ! મોંઘવારી/બેરોજગારી અમીરો માટે સમસ્યા નથી, ગરીબો માટે જીવનમરણનો પ્રશ્ન છે. અદાણી-અંબાણીની મિલકતો તેજ ગતિએ વધી રહી છે; આ રીતે દેશને ગરીબ બનાવી વિશ્વગુરુ બની શકાય? આ સમય દરમિયાન WhatsApp માં ભક્તોએ હિન્દુધર્મ ખતરામાં છે, તેનું અભિયાન ચલાવેલ અને આ ખતરા સામે જો કોઈ સુરક્ષા કવચ પૂરું પાડી શકે તેમ હોય તો તે માત્ર અવતારી વડાપ્રધાન છે; તેવું કટ્ટર પણે મોટા ભાગના લોકો માનતા થઈ ગયા છે ! સવાલ એ છે કે હિન્દુધર્મ ખતરામાં છે કે દેશ? હિન્દુધર્મ ખતરામાં છે કે સત્તા?rs
May be an image of 1 person

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button