
મધ્યપ્રદેશના પન્નામાં રાજ પરિવારે જુગલ કિશોર મંદિર બનાવ્યું હતું; એ પરિવારની જીતેશ્વરી દેવીને 7 સપ્ટેબર 2023ના રોજ, જન્માષ્ટમીના દિવસે મંદિરના ગર્ભગૃહમાંથી ઢસડીને બહાર કાઢવામાં આવ્યા ! મંદિરના પંડિત દેવીપ્રસાદ દીક્ષિતે કહેલ કે ‘જીતેશ્વરી દેવી વિધવા છે, તેઓ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે નહીં. એટલે તેમને ગર્ભગૃહમાંથી દૂર કરવામાં આવેલ !’ પોલીસે જીતેશ્વરી દેવી સામે IPC કલમ-295A/ 353 હેઠળ ગુનો દાખલ કરી તેમને એરેસ્ટ કરેલ. કોર્ટે તેમને જામીન પર છોડવાને બદલે જેલમાં મોકલેલ ! જીતેશ્વરી દેવીએ આરોપ મૂકેલ કે મંદિરે 65,000 કરોડ રુપિયાનું ફંડ ગાયબ કર્યું છે !
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોતા જીતેશ્વરી દેવીને ધક્કો મારી પાડી દેવામાં આવે અને બળજબરી પૂર્વક ઢસડીને ગર્ભગૃહમાંથી બહાર કરવામાં આવે છે. એવો આક્ષેપ છે કે જીતેશ્વરી દેવીએ નશો કર્યો હતો. માની લઈએ કે જીતેશ્વરી દેવીએ નશો કરેલ હોય તોપણ તેમની સાથે અજુગતું વર્તન થયું હતું તેમ વીડિયો પરથી જણાય છે ! એક વિધવા મહિલા મંદિરના ગર્ભગૃહમાં (જ્યાં મૂર્તિ સ્થાપિત થઈ હોય છે) કેમ પ્રવેશી, તે ઝનૂન જોવા મળે છે. સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ વિધુર પુરુષ મંદિરના ગર્ભગૃહમાં જાય તો પૂજારીઓ વાંધો ઊઠાવે છે? શું VVIPઓ ગર્ભગૃહમાંથી નજીક જઈને દર્શન કરતા નથી? વળી ખુદ ઈશ્વરને ગર્ભગૃહમાં વિધવા પ્રવેશ કરે તેની સામે વાંધો ન હોય તો પૂજારીઓ શામાટે વિરોધ કરતા હશે? શું દલિતો/ વિધવાઓ ગર્ભગૃહમાં જાય તો ભૂકંપ થઈ જાય? જો મંદિરમાં માનવ ગૌરવ ન સચવાય તો એ મંદિર શું કામના?rs
[wptube id="1252022"]