INTERNATIONAL

ભયાવહ ભૂકંપ થી મૃત્યુ આંક ૨૦૦૦ ને પાર, દેશમાં 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

ભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કો (Morocco Earthquake News Updates) ની હાલત દયનીય થઈ ચૂકી છે. અહેવાલ અનુસાર શુક્રવારે મોડી રાતે મોરક્કોમાં આવેલા ભીષણ ભૂકંપ બાદથી અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 6.8ની તીવ્રતાના ભૂકંપને લીધે અત્યાર સુધીમાં 2012થી વધુ લોકોના મોત (Morocco Earthquake Death) ના અહેવાલની પુષ્ટી થઈ છે. જોકે ઘાયલોની સંખ્યાની વાત કરીએ તો 2059 લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.
દેશભરમાં ભૂકંપને કારણે મચી ગયેલી તબાહીને કારણે અધિકારીઓએ શનિવારે દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી દીધી છે. સૈન્યના એક નિવેદન અનુસાર મોરક્કોના કિંગ મોહમ્મદ VIએ સશસ્ત્ર દળોને વિશેષ શોધખોળ અને બચાવ ટુકડી તથા એક સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તહેનાત કરવા નિર્દેશ આપ્યો છે. ભૂકંપના કેન્દ્રની નજીકમાં આવેલા શહેર મરાકેશમાં ઐતિહાસિક ઈમારતોને મોટું નુકસાન થયું છે. તેના લીધે મોરક્કો હચમચી ગયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button