રાજપર ગામે શ્રમિક પરિવારના બાળકનું ઝાડવા ઉપરથી પડી ગયા બાદ દોરડામાં ફસાઈ જતા મોત નીપજ્યું
મોરબી તાલુકાના રાજપર ગામે જગદીશભાઇ મુંદડીયાની વાડીમાં પરિવાર સાથે રહી ખેતમજૂરી કરતા કનકસિંહ સુકીયાભાઇ કલવાનો પુત્ર સુમીતભાઇ કનકસિંહ કલવા ઉ.12 નામનો બાળક વાડીના શેઢે ઝાડવા ઉપર ચડીને રમતો હતો ત્યારે રમતા રમતા ઝાડ ઉપરથી પડી જતા ઝાડવાની ડાળીએ રહેલ દોરડામાં ગળાફાંસો આવી જતા બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]





