
વિજાપુર તાલુકામાં પવન સાથે વરસાદ ખેડૂતો માં પવન ના કારણે કપાસ ના વાવેતર કરતા ખેડૂતો ને ચિંતા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં પવન સાથે વરસાદ પડતાં પવન ફૂંકાવા ના કારણે કપાસનો વાવેતર કરનાર ખેડૂતો માં ચિંતાનું આવરણ ઉભું થયું હતુ સવાર થી બપોર સુધી લોકો ગરમીથી ભારે પરેશાની માં મૂકાયા હતા ઢળતી સાંજ ના પવન સાથે વરસાદ પડતાં લારી ગલ્લા વાળાઓએ પોતાનો રોજગાર બંધ કરવો પડ્યો હતો જોકે ભારે પવન ના કારણે ઉભા થયેલા કપાસ ને નુકશાન કરી શકે છે તેવી ખેડૂતો એ ચિંતા વ્યક્ત કરી હતી ફરતીલાઈઝર્સ માં દવા લેવા આવેલા ખેડૂતે જણાવ્યું હતુંકે આવા વરસાદ થી મગફળી એરંડા કઠોળ ગવાર જેવી ખેતી માં ફાયદો છે જ્યારે પવન ના કારણે કપાસ નો ઉભો થયેલો છોડ પડી જવાની શક્યતા ઓ રહે છે જોકે આ વરસાદ અન્ય ખેતીને કોઈ નુકસાન નથી પરંતુ ફાયદો વધુ છે લાંબા સમય થી વરસાદે રાહ જોવડાવ્યા બાદ પડેલા વરસાદ થી લોકો એ ઠંડક નો એહસાસ કર્યો હતો તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં માં જેમાં માઢી અબાસણા સહિત ના ગામો માં વરસાદ મન મૂકીને વરસતા લોકોએ રાહત અનુભવી હતી





