
પાક.ના કરાંચીની સ્કૂલમાં લેડી ટીચરો પર રેપ
ભારતના પડોશી પાકિસ્તાનની હાલત અત્યંત કફોડી છે અને તેમાં નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. સામે આવી રહેલી ઘટનાઓ જોતા લાગે જ કે તે અમસ્તો જ બર્બાદ નહીં થયો હોય. હવે શિક્ષક દિવસે (5 સપ્ટેમ્બર) પાકિસ્તાનમાં એક સ્કૂલ પ્રિન્સિપાલનો મોટો અશ્લિલકાંડ સામે આવ્યો છે. કરાચીના ગુલશન-એ-હદીદ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં પ્રિન્સિપાલ ઈરફાન ગફૂર મેમણે 45 સ્કૂલ ટીચર પર રેપ કરીને તેમનો વીડિયો ઉતાર્યો હતો અને તે વીડિયોને આધારે તેમને બ્લેકમેલ કરતો અને ફરી ફરીને રેપ કરતો. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વાંધાજનક તસવીરો અને વીડિયો વાયરલ થતાં
45 મહિલાઓ પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી હતી. સ્થાનિક પોલીસે ઈરફાન ગફૂર મેમણની ધરપકડ કરી છે. ઈરફાન મેમણનો રેપ અને બ્લેકમેલનો ભોગ બનેલી તમામ પીડિતાઓ સ્કૂલમાં ટીચર તરીકેની નોકરી કરી ચૂકી છે કે બીજી કેટલીક હાલમાં નોકરી કરતી હતી. આ સ્કૂલના મોટા ભાગના સ્ટાફમાં મહિલાઓનો સમાવેશ થતો હતો. પુરુષો કરતાં સ્ત્રી શિક્ષકોની સંખ્યા વધારે હતી. ફરીયાદ થતાં પોલીસે તપાસ શરુ કરી હતી જેમાં ચોંકવનારી વિગતો બહાર આવી હતી.
રુમમાં લગાવી રાખ્યાં કેમેરા, વીડિયો રેકોર્ડ કરીને ફરી ફરી રેપ કરતો
કરાચીની એક સ્કૂલના પ્રિન્સિપાલ ઈરફાન પર 45 મહિલાઓ પર અનેક વખત બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. આરોપી પ્રિન્સિપાલના મોબાઇલ ફોનમાં ખુલાસો થયો હતો કે તેણે રૂમમાં છુપાયેલા કેમેરા લગાવ્યા હતા. તે બળાત્કારની ઘટનાના વીડિયો બનાવતો હતો અને પછી મહિલાઓને બ્લેકમેલ કરતો હતો અને પોતાની હવસ સંતોષતો હતો. પોલીસને આરોપી ઇરફાનના મોબાઇલ ફોનમાંથી કેટલીક મહિલાઓના અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સ્કૂલ કરાચીના ગુલશન-એ-હદીદ વિસ્તારમાં આવેલી છે જેમાં આરોપી ઇરફાન પ્રિન્સિપાલ હતો. તે કરાચીની પ્રખ્યાત શાળાઓમાંની એક છે. ડિસેમ્બર 2022માં શાળાની બિલ્ડિંગ 1 લાખમાં ભાડે આપવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ તમામ મહિલાઓ એક સમયે કરાચીની આ સ્કૂલમાં ભણાવતી હતી. આરોપી ઈરફાને કડક પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે, આ વાંધાજનક વીડિયો સ્કૂલમાં કામ કરતી એક મહિલા શિક્ષિકાએ ઈન્ટરનેટ પર અપલોડ કર્યા છે.










