
મોરબીની બિલિયા શાળામાં શિક્ષકદિન અને જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી
સમાજમાં શિક્ષકનું સ્થાન મુઠી ઉંચેરું છે,વિદ્યાર્થીઓના જીવન ઘડરરમાં શિક્ષકનો ફાળો અનન્ય હોય છે,વિદ્યાર્થીઓને શિક્ષકો પ્રત્યે ખૂબ માન-સન્માન હોય છે વિદ્યાર્થીઓ કદાચ પોતાના માતા પિતાનું કહ્યું નથી માનતા પણ શિક્ષકનો પડ્યો બોલ જીલતા હોય છે,આમ વિદ્યાર્થીઓ પર શિક્ષકોનો ખૂબ મોટો પ્રભાવ હોય છે એટલે જ વિદ્યાર્થીઓ શિક્ષકદિન નિમિત્તે શિક્ષક બનવા માંગતા હોય છે અને શિક્ષક બની પોતાની મહત્વાકાંક્ષા પૂર્ણ કરતા હોય છે ત્યારે બિલિયા શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષક અને આચાર્ય બની શાળાનું સંચાલન કર્યું હતું.
તેમજ ભારતીય સંસ્કૃતિમાં સૌને ગમતું, આબલ વૃદ્ધ સૌને પ્રિય પાત્ર એટલે કાનુડો નજીકના દિવસોમાં જ કૃષ્ણજન્મોત્સવ આવી રહ્યો હોય વિદ્યાર્થીઓ કૃષ્ણના વિરાટ વ્યક્તિત્વને પોતે કાનુડો બની જાણે સમજે એ માટે શાળાઓમાં કૃષ્ણજન્મોત્સવ,નંદ ઉત્સવ દર વર્ષે ખૂબ ધાધૂમથી ઉજવાય છે. આ વખતે બિલિયા શાળામાં મટકી ફોડ કાર્યક્રમનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાળકોએ રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્યગીતો રજૂ કર્યા હતા, સાથે સાથે બેસ્ટ કૃષ્ણ અને બેસ્ટ રાધા competition રાખવામાં આવી હતી જેમાં શાળાના તમામ વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો…

સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.એમ કિરણભાઈ કાચરોલા શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના મંત્રીની યાદીમાં જણાવાયું છે.








